મોરબી : મોરબીમાં ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થીની મસોત ફેન્સી પ્રકાશકુમારએ તા. 15 ડીસેમ્બરના રોજ ડી.ડી. ગીરનાર ચેનલ પરથી ધો.-૩ના ગણિત વિષયને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો મસોત ફેન્સીએ સમયસર અને ઝડપી જવાબ આપી ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. આમ, ફૅન્સીએ પરિવાર, ક્રિષ્ના સ્કૂલ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ક્રિષ્ના સ્કૂલ દ્વારા ફેન્સીને અભિનંદન પાઠવવામાં આવેલ છે.