મોરબી : ગુજરાત સરકાર દ્વારા દર ત્રણ વર્ષે હસ્તકલા ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં પ્રથમ અને દ્વિતીય એમ બે કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા નગવાડીયા કમલેશ અમૃતલાલ (પ્રજાપતિ)ને 2016માં શિલ્પકામ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ આજે ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજાના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. આ તકે કમલેશભાઈને તામ્રપત્ર, રૂ. એક લાખનો ચેક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ છે.