મોરબી : મોરબી એ ડિવિજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે સુપર ટોકીઝ પાસે આવેલી દુકાનમાં રેડ કરીને દુકાનદારને ઈંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી હાજર નહિ મળતા તેની સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે મોરબીના સુપર ટોકિઝ સામે કુંભાર શેરીમાં આવેલી એક દુકાનમાં રેડ કરીને આરોપી દુકાનદાર રાકેશભાઇ દામજીભાઇ પ્રજાપતિ (ઉ.વ.૩૭ રહે. મોરબી સુરપર ટોકિઝ સામે, કુંભાર શેરીવાળો) ને દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પર પ્રાંતીય અલગ-અલગ બ્રાંડની અંગ્રેજી દારૂની ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૨૬ કિં.રૂ. ૧૦,૬૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૨૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧૩,૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ઈંગ્લિશ દારૂની હેરાફેરીમાં બીજો આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઇ ધોળકીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.