મોરબી : ઊંજાના ઉમિયા મંદિર ખાતે ગત્ વર્ષે લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો હતો. તે અતિતના સંભારણના પ્રથમ વર્ષે ઊંઝાના ઉમિયા મંદિરમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાના માતૃશ્રી ગૌરીબેન ગણેશભાઈ પરિવાર આયોજિત નવચંડી હવનમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી મોરબીના ભાવિકો વતી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ઉમિયા મંદિર સંસ્થાન, ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલ એ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને તાજેતરની પેટા ચૂંટણીમાં સાંપડેલ વિજય બદલ બહુમાન કરી આર્શિવાદ રૂપે ઉમિયા માંની ચૂંદડી, શ્રીફળથી સન્માન કર્યુ હતું. તેમજ માં ઉમિયાના આર્શિવાદથી જન સેવાના વધુને વધુ કાર્યો બ્રિજેશ મેરજા દ્વારા થતા રહે તેવી હૃદયની ભાવના પણ વ્યકત કરી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞના યજમાન વરમોરા પરિવારના ગોવીંદભાઈ વરમોરા, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી. કે. પટેલ, ઊંઝા મંદિરના મંત્રી દિલિપભાઈ પટેલ (નેતા), કડવા પટેલ સમાજના અગ્રણી ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, ઊંઝા મંદિર મહિલા સમિતિના પ્રમુખ અને સરદારધામના ઉપપ્રમુખ ડો. જાગૃતિબેન પટેલ, ઝાલાવાડ કડવા પટેલ સમાજના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. આ તકે સન્માનના પ્રત્યુતરમાં બ્રિજેશ મેરજાએ ઉમિયા માતાજીના મંદિરે ઊંઝા ખાતે યોજાયેલ આ સન્માન એ મારા જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે એવી લાગણી વ્યકત કરી ઉપસ્થિત મહાનુભાવોની જે શુભેચ્છા સાંપડી છે તે આત્મસાત કરવા હરહંમેશ માં ઉમિયાજીના આર્શિવાદથી હું મારી જનસેવાની પવિત્ર ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા અને ખંતથી કરતો રહીશ એમા મને વડિલોની શુભેચ્છા અને માં ઉમિયાના આર્શિવાદ હંમેશા પ્રેરક બળ પૂરૂ પાડતા રહેશે એમ જણાવી સૌ કોઈનો આભાર માન્યો હતો. સંસ્થાના મેનેજર નીતીન પટેલે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. વધુમાં બ્રિજેશ મેરજાએ એમ પણ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો કે ઊંઝાના આંગણે પણ મોરબીના ઉમાવંશીઓની મહેકને ગૌરવવંતી રાખવામાં ગોવિંદભાઈ વરમોરા કે જેને લક્ષચંડી યજ્ઞનું બીડુ ઝડપેલું અને એક ઈતિહાસ સર્જેલો તે બાબત મોરબીના સમાજ શ્રેષ્ઠીઓ ઓ. આર. પટેલ સહિત અનેકના પગલે ગોવિંદભાઈ ચાલીને સીદસર હોય, ઊંઝા હોય, વિશ્વ ઉમિયા ધામ હોય કે પછી સરદાર ધામ હોય તેમાં પોતાનું બહુમુલ્ય પ્રદાન આપીને મોરબી સમાજને હંમેશા ગોવિંદભાઈએ ગૌરવલક્ષીને તેમના ઉમદા વ્યકિતત્વને ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઓજસ્વી બનાવ્યું છે તે ધન્યવાદને પાત્ર છે. તેમ બ્રિજેશ મેરજાની યાદીમાં જણાવાયું છે.