ગ્રાહકોને અયોગ્ય વેપાર વ્યહવાર, સેવાઓની, ઉણપ અથવા ખામીયુક્ત ચીજોથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો-1986 લાગુ કરવામાં આવ્યો મોરબી : આપણે બધાં કોઈને કોઈ રીતે ગ્રાહકો છીએ. આજના દિવસ અને યુગમાં ઉપભોક્તાના હક્કોનું રક્ષણ એ એક મહત્વપૂર્ણ પાસું બની ગયું છે. ભારતમાં આપણે દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસ વ્યક્તિઓ માટે ગ્રાહક ચળવળના મહત્વ અને દરેક ગ્રાહકને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે વધુ જાગૃત કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરવાની તક પ્રદાન કરે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986, ગ્રાહક વિવાદોની ઝડપી અને સસ્તી સમાધાનની ખાતરી આપે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ માન્યતા પ્રાપ્ત આઠ અધિકારમાં યુએન ચાર્ટરમાં પૂરા પાડવામાં આવેલ ગ્રાહકોના છ અધિકારનો સમાવેશ થાય છે. ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ ગ્રાહકોને અપાયેલા અધિકારમાં (1) સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety), (2)જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information), (3)પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose), (4)રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard), (5)નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal), (6)ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education) 24 ડિસેમ્બર, 1986 ના રોજ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને તેથી તે અમલમાં આવી. ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ 1986 નો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ અયોગ્ય વેપાર વ્યવહારને કારણે થતા નુકસાનથી બચાવવા માટે તેમને કેટલાક હક પૂરા પાડવાનું છે. દરેક ગ્રાહકની મોટી સમસ્યા : દરેક ગ્રાહકની એક મોટી સમસ્યા છે કે પોતે છેતરાય તો શું કરવું જોઈએ? ગ્રાહક પાસે પોતાનો અધિકાર હોય છે જો તે છેતરાય છે તો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ લખાવી શકે છે અને નિવારણ મેળવી શકે છે. ઘણા એવા ગ્રાહકો હોય છે કે તે જાણે છે હું છેતરાયો છું અને શું કરીશ તો મને ન્યાય મળશે પરંતુ તે પોતાની ચૂકવેલ કિંમત જતી કરે છે પણ આવી કોઈ રકજક કરવા માંગતા હોતા નથી. કોઈ પણ વસ્તુમાં લખેલી કિમત કરતાં વધારે કિમત વેપારી લઈ શકતો નથી અને જો તે માંગેતો ગ્રાહકે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. દરેક જિલ્લાએ એક ગ્રાહક સુરક્ષા પરિષદ હોય છે જો તમને ત્યાં ન્યાય નથી મળતો તો તમે રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદમાં જઈ શકો છો જો તમને ત્યાં પણ સંતોષીન્યાય નથી મળતો તો તમે કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા પરિષદમાં અપીલ કરી શકો છો જો હજુ તમને સંતોષકારક ન્યાય જોઈતો હોય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 2020 માટેની થીમ : આ વર્ષની થીમ 'સસ્ટેનેબલ કન્ઝ્યુમર' છે, જેમાં તે હવામાન પરિવર્તન અને જૈવવિવિધતાના નુકસાનના વૈશ્વિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. થીમ ગ્રાહકની હિલચાલ અને તેઓ કેવી રીતે પોતાનો ભાગ ભજવવા માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે છે અને ગ્રાહકો માટે ટકાઉપણું સરળ પસંદગી બનાવવા માટે સરકારો અને વ્યવસાયિકોએ શું કરવું જોઈએ તે વિશે વાત કરવામાં આવશે.