મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર બે ભાઈઓ પૈકી એક ભાઈનું મોત થયું છે. જયારે એક ભાઈને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે સાંજે રંગપર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે ભાઈઓ પૈકી શ્યામસુંદર છટુભગત કુસવાહાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અજય છટુભગત કુશવાહા ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ અજયભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા ટ્રકચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.