મોરબી : મોરબીના લીલાપર નજીક મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર સળગાવનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. તેમજ સામે પક્ષે યુવાને પતિ-પત્ની ઝઘડામાં સમાધાન માટે ગયા ત્યારે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા સોયબભાઈ હનીફભાઇ વગાડીયા અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન સોંયબનો મિત્ર ઇકબાલ રજાક કાસમાણી આવ્યો હતો અને બન્નેને ઝઘડો ન કરવા સમજાવટ કરતો હતો. જો કે આ દરમિયાન સોયબ અને ઇકબાલ વચ્ચે ઝઘડો થતા ઇકબાલે સોયબને કુહાડીનો ઘા મારી હાથમાં ઈજા પહોંચાડી હતી. જે બાદ સોયબને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઈકબાલે સોયબના ઘરમાં આગ લગાડી દીધી હતી. આ બનાવ અંગે એ સોયબે ઇકબાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સામા પક્ષે મોરબી ઇકબાલ રજાક કાસમાણીને નોધાવેલ ફરિયાદ મુજબ મોરબીના લીલાપર ક્વાર્ટરમાં રહેતા સોયબ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેથી, તેઓને સમજાવવા ફરિયાદી ગયા હતા. જ્યાં સોયબે તેને ગાળો દેવા લાગતા તેને ગાળો દેવાની ના પાડી હતી. જે બાબતે લાગી આવતા આરોપીએ ઈકબાલને કમરના ભાગે છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. બન્નેની ફરીયાદ આધારે એ ડિવિઝન પોલીસના પીએસઆઈ વી. આર. શુકલે તપાસ હાથ ધરી હતી.