સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી : વેડફાઈ રહેલા પાણીને કારણે વિસ્તારમાં જળ જમાવની સ્થિતિ મોરબી : શહેરના આલાપ પાર્ક વિસ્તારમાં સોસાયટીના ગેઇટ પાસે જ લાઈન રીપેરીંગની કાર્યવાહી દરમ્યાન પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા વછૂટી રહ્યા છે. 25 ફૂટ જેટલી ઊંચાઈથી વછૂટી રહેલા પાણીને કારણે આસપાસનો વિસ્તાર જળમગ્ન બન્યો છે. આશરે દોઢેક કલાકથી ભંગાણ પડેલી લાઈન બાબતે પાલિકા કચેરીમાં જાણ કરવામાં આવી હતી જ્યાં પાણી પ્રેશર ચેક કરતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સોસાયટીના મુખ્ય ગેઇટ પાસે જ લાઈન તૂટતા સ્થાનીય રહેવાસીઓ તેમજ વાહન ચાલકો તો મુશ્કેલીમાં મુકાયા જ છે સાથોસાથ આસપાસના વિસ્તાર સુધી પાણી પહોંચતા ભર શિયાળે જાણે માવઠું થયું હોય એવો માહોલ સર્જાયો છે.