મોરબી : શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સહયોગી બનવા અને આગામી સમયમાં ઉદ્યોગ ક્ષેત્રમાં રામલલ્લાના વિષયને પહોંચાડવા માટે મોરબીમાં એક બેઠકનું આયોજન કરેલ છે. આગામી તા. 24ને ગુરૂવારે બપોરે 2 કલાકે રીયલ પ્લાઝામાં સિરામિક એસોસીએશન હોલ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ - મોરબી અને સીરામીક ટ્રેડર્સ એસોસીએશન - મોરબીની મીટિંગ ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં સીરામીક ટ્રેડર્સએ હાજરી આપવા યાદીમાં અનુરોધ કરાયો છે.