આગામી દિવસોમાં મોટા દહીંસરા જિલ્લા પંચાયતની સીટ તમામ 22 ગામોમાં આ કાર્યક્રમ યોજાશે માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા - જિલ્લા પંચાયત સીટના વર્ષામેડી ગામે સમાજ સેવા કેન્દ્ર - પીપળીયા ચાર રસ્તા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 જેટલા અરજદારોએ અલગ-અલગ યોજનાનો લાભ લીધો હતો. જેમાં વિધવા સહાય, નિરાધાર સહાય, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, રેશન કાર્ડમાં નામ સુધારવું, રેશનકાર્ડમાં નામ કમી કરવું તથા 'વહાલી દીકરી' યોજના અંતર્ગત રૂ. 1,10,000ની સહાયના ફોર્મની કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં મોટા દહીંસરા જિલ્લા પંચાયતની સીટ તમામ 22 ગામોમાં આવા પ્રોગ્રામ કરવામાં આવશે. અને સમાજ સેવા કેન્દ્રના પ્રણેતા જયદીપભાઈ બાલુભાઈ સંઘાણી (પૂર્વ પ્રમુખ યુવા ભાજપ, માળીયા (મી.) તાલુકા) દ્વારા મોટા દહીંસરા - જિલ્લા પંચાયત સીટના તમામ ગ્રામજનોના પ્રશ્નોને સાંભળી તેના પ્રશ્નોનો નિરાકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.