અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળ્યું હોય તાકીદે એક્શન લેવા માંગ મોરબી : મોરબીના વોર્ડ નં. 1માં વાવડી રોડ ઉપર રસ્તાનું નબળું કામ થયાની રાવ શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ જિલ્લા કલેકટર સમક્ષ કરી તાકીદે એક્શન લેવાની માંગ ઉઠાવી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે જયંતીભાઈ પટેલના વોર્ડ નં.1ના મતદાતા આભાર વંદના કાર્યક્રમમાં મતદારોએ અને કાર્યકરોએ અનેક પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં એક પ્રશ્ન વાવડી રોડ પરનો હતો. જ્યાં રોડના કામમાં ભ્રષ્ટાચારના કારણે સાવ નબળી કામગીરી થઈ રહી છે. ત્યાંના જાગૃત નાગરિકોએ આ લં અટકાવેલ અને અધિકારીઓને રજુઆત પણ કરી હતી. પણ પરિણામ શૂન્ય આવેલ છે. હાલમાં આ રોડનું કામ બંધ છે. જેથી સ્થાનિકોને હલાકી ભોગવવી પડી રહી છે. માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.