મોરબી : મોરબી શહેરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 20ના રોજ મોરબીના રવાપર રોડ પર આલાપ પાસે પટેલનગરમાં રહેતા નૈનાબેન સુનિલભાઈ ગૌસ્વામી (ઉ.વ. 32)એ તેમના ઘરે અજાણ્યા કારણોસર અજાણી દવા પી લીધી હતી. આથી, તેનું મોત નીપજ્યું છે. મૃતક નૈનાબેનના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયેલ છે. હાલમાં પોલીસ આ બનાવની આગળની તપાસ કરી રહી છે.