વોર્ડ નં. 3માં મળેલ ભાજપની લીડમાં વૃંદાવન પાર્કના મતદારોએ ચાવીરૂપ ભૂમિકા ભજવવા બદલ મતદારોનો આભાર માન્યો મોરબી : મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ પૂર્ણ કરી મોરબી શહેરના જુદા-જુદા વોર્ડમાં ભાજપ અગ્રણીઓને સાથે રાખી લોક સંપર્ક કેળવી રહ્યા છે. તે અંતર્ગત વોર્ડ નં. 3ના પૂર્વ કાઉન્સિલર પ્રકાશભાઈ ચભાડ અને ભાજપના જિલ્લા મહામંત્રી જયરાજસિંહ જાડેજા સાથે વૃંદાવન પાર્કમાં આવેલ 27 ફ્લેટોના નાગરિકોનું એક સ્નેહ મિલન સ્થાનિક અગ્રણી ભરતભાઇ પટેલ, શુક્લભાઈ વિગેરેના સાનિધ્યમાં અગ્રણી જ્યોતિસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગોઠવાયું હતું. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વોર્ડ નં. 3ના વૃંદાવન પાર્કના બુથમાં ઊંચું મતદાન કરવા બદલ જાગૃત આગેવાનોએ ઉઠાવેલ જહેમતને બિરદાવી હતી. લોકશાહીમાં મતદારો રાજકીય વ્યક્તિઓનું ભાવિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે એવું જણાવી વોર્ડ નં. 3માં મળેલ ભાજપની લીડમાં વૃંદાવન પાર્કના સૌ મતદારોએ પણ ચાવીરૂપ ભૂમિકા ભજવવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં બ્રિજેશ મેરજાએ વૃંદાવન પાર્કના સંગઠન અને જાગૃતિને બિરદાવી હતી. સાથોસાથ કોઈપણ કામો માટે ગમે ત્યારે પોતાનો સંપર્ક કરવા આહ્વાન કર્યું હતું. પ્રકાશભાઈ ચભાડે રસ્તાના પરિણામલક્ષી કામનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજાએ સંગઠનમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિ અંગે વિગતે સમજ આપી રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્ય પેજ પ્રમુખ બન્યા છે. ત્યારે વૃંદાવન પાર્કના આ 27 ફ્લેટમાં વસવાટ કરતાં મતદારોનો પણ ભારતીય જનતા પક્ષ તરફી રહેલા પ્રતિસાદને આવકારી આ બુથમાં પણ પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી પૂરી કરવા અનુરોધ કર્યો હતો. અગ્રણી જ્યોતિસિંહ જાડેજાએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનોખી શૈલીમાં શુક્લભાઈએ કર્યું હતું. આ તકે વૃંદાવન પાર્કના અગ્રણીઓ રમેશભાઈ વડસોલા, પીન્ટુભાઈ પટેલ, બકુલભાઈ, સંદીપભાઈ, દેવશીભાઈ, રાચ્છભાઈ, ભાનુભાઇ, બાબુભાઇ વિગેરે સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ બ્રિજેશ મેરજાની યાદીમાં જણાવેલ છે.