માળિયા : માળિયા મિયાણા તાલુકાના વાધરવા ગામે ચોકવાળી શેરીમાં ખુલ્લામાં જુગાર રમતા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, અરવિંદભાઈ નાનજીભાઈ માલસણા, યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા, મહીપતસિંહ પ્રભાતસિંહ પરમાર અને વિપુલભાઈ કાનજીભાઈ ગડેશિયાને રૂ. 15,500ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. આ તમામ સામે ગુનો દાખલ કરી માળિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.