મોરબી : મોરબી ચારણ સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે 'આઈશ્રી સોનલ જન્મોત્સવ (સોનલ બીજ)' નું આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાનમાં કોવિડ-19ની મહામારીને કારણે આગામી સોનલબીજ-૨૦૨૧નું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે. ચારણ સમાજ મોરબીના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને સોનલ જન્મોત્સવ સમિતિ દ્વારા સહમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. જેની દરેક ચારણ સમાજનાં પરિવારોએ નોંધ લેવા ચારણ-ગઢવી સમાજ - મોરબી અને સોનલ જન્મોત્સવ સમિતિ - મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.