મોરબી : મોરબી તાલુકાના લુંટાવદર ગામ નજીક ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ લુંટાવદર ગામના પાટિયા પાસેથી કેસરભાઈ દલાભાઈ રાઠોડ (ઉં.વ. 36) પોતાનો ટ્રક GJ -17-W-4315 લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રેઇલર નં. GJ-36-T-7759ના સાથે સામસામે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેસરભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલમાં પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. તેમજ ટ્રેઇલરચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.