મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી શહેરમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ સાત શખ્સો પકડાયા છે. પોલીસ દ્વારા આ તમામ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબી-કંડલા બાયપાસ નજીક વારીયા પ્લોટમાં ગફારભાઇ ઉમરભાઇ ભટી, બશીરભાઇ ઓસમાણભાઇ અમરેલીયા, બશીરભાઇ ઓસમાણભાઇ અમરેલીયા અને તાજુબશા બાબુશા શાહમદારને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,250 જપ્ત કર્યા છે. તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોરબીમાં વીસીપરામાં સ્મશાન રોડ પર રાજ બેકરી સામે શેરીમાં ચેતનભાઇ મેરૂભાઇ શેખાણી, હિતેષભાઇ મનુભાઇ સાંતલપરા અને જગદિશભાઇ રાણાભાઇ ધોળકીયાને જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 580 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.