ટંકારા : ધ મોરબી સીટીઝન ક્રેડિટ ક્રો.ઓ.સોસાયટી દ્વારા ટંકારાના પાંજરાપોળને 51000 નુ અનુદાન આપવામાં આવ્યું છે. કોરોનાના કપરા કાળમાં અબોલજીવ નીભાવતી સંસ્થાને સહાયની સરવાણી મંદ પડી હોય ત્યારે દાન પેટે રકમ ફાળવી છે. ટંકારાના પાંજરાપોળમાં અબોલ અસહાય અશક્ત અને અકસ્માત ધાયલ કે તરછોડી દીધેલા અને કતલખાને લઈ જવાતાને પશુઓને બચાવી તેનુ કાળજી પૂર્વક જતન કરવામાં આવી રહ્યું છે.આ પાંજરાપોળના સંચાલકો નિષ્ઠાપૂર્વક પશુઓનો નિભાવ કરી રહ્યા છે.પણ હાલના કોરોનાના કપરા કાળમાં દાનની સરવાણી ધીમી પડતા અબોલજીવને નીભાવવાનું દુષ્કર બનતુ જાય છે અને હાલ અબોલ જીવો માટે ધાસચારો ખરીદી સિઝન હોય ત્યારે ધ મોરબી સીટીઝન ક્રેડિટ ક્રો.ઓ.સોસાયટીએ આ માટે તત્પરતા દર્શાવી છે અને ટંકારાના પાંજરાપોળને સહાયની જરૂરીયાત જણાતા મનોજભાઈ દેસાઈ, યુવરાજસિંહ, ભાવેશભાઇ સહિતના ટ્રસ્ટી મંડળે તાકીદે મિટીંગ કરી રાજુભાઈ ગાંધીને મોકલી રૂ.51000 નુ અનુદાન આપ્યુ છે.આ તકે સંસ્થા સંચાલકો દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરી ધન્યવાદ આપ્યા હતા.