ચાર શખ્સોએ યુવાનને માર મારી મોબાઇલની પણ લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદમાં કેમ તુ અમારી દિકરીને હેરાન કરે છે'તેમ કહી યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં ચાર શખ્સોએ યુવાનને માર મારી તેની પાસેથી મોબાઇલની પણ લૂંટ ચલાવી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી વિશાલભાઇ પ્રવિણભાઇ એરવાડીયા (ઉ.વ ૨૦, રહે ગામ ચરાડવા ચૈતન્યનગર તા.હળવદ) એ આરોપીએ સુરેશભાઇ હરીભાઇ પઢારીયા, બીનાબેન સુરેશભાઇ પઢારીયા, બીપીનભાઇ હરીભાઇ પઢારીયા, દિપકભાઇ હરીભાઇ પઢારીયા (ચારેય રહે ચરાડવા ભવાની પેટ્રોલ પંપની સામે તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ના રોજ ચરાડવા ગામે આરોપીના રહેણાંક મકાને સાહેદ મયુરભાઇએ ફરીયાદીને વાત કરવા સારૂ ફોન કરી બોલાવતા ફરીયાદી આરોપીના ઘરે જતા ત્યાં આરોપીઓએ ફરીયાદીને કેમ તુ અમારી દિકરીને હેરાન કરે છે તેમ કહિ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી મુંઢ ઇજા કરી દિપકભાઇએ ફરીયાદીના ખિસ્સામાંથી એમ.આઇ કંપનીનો એન્ડ્રોઇડ ફોન જેની કિ.રૂ ૧૦૦૦૦ ને બળજબરી પુર્વર્ક કાઢી લઇ લુંટ કરી અને આરોપી સુરેશભાઇ ફરીશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.