મોરબી : મોરબીમાં જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપની બૃહદ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં સંગઠન પ્રભારી મેધજીભાઇ કંઝારીયા,જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, અને પરસોતમભાઇ સાબરીયાની હાજરી રહી હતી. આ બેઠકમા જીલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખની પેજ સમિતિ પ્રભારીને સુપ્રત કરવામા આવેલ તેમજ નવા વરાયેલા જીલ્લા ભાજપના હોદેદારોનુ સન્માન કરવામા આવ્યુ હતું.