મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર ગામે માવતરે ગયેલ મોરબીની પરિણીતા દાઝી જતા સારવાર દરમિયાન મોત થયેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીમાં વેઝીટેબલ રોડ પર રહેતા હકાભાઇ ધામેશાના પત્ની કેશુબેન (ઉ.વ. 42) ત્રાજપર ગામે એસઆર પંપની પાછળ રહેતા તેની માતા રંભાબેનના ઘરે ગયા હતા. ત્યારે ગત તા. 10ના રોજ કોઇપણ કારણોસર દાઝી ગયા હતા. આથી, તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમા દાખલ કરેલ હતા. ત્યા પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. જ્યાં બર્ન વોર્ડમા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.