મોરબી : ગત તા. 17ના રોજ ડી.ડી. ગિરનાર ચેનલ પર ધો.-5ના અંગ્રેજી વિષયને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના નેસડા (ખા.) ગામમાં રહેતા ભાડજા દક્ષ નિલેશભાઇ એ આ પ્રશ્નનો સમયસર અને ઝડપી જવાબ આપી સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ નેસડા (ખા.) પ્રાથમિક શાળા દ્વારા દક્ષને અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.