મોરબી : મોરબીમાં જેતપર રોડ પર શનિવારે વહેલી સવારે મુસાફરોને ભરીને રીક્ષા પસાર થતી હતી. તે દરમિયાન પીપળી ગામના મહાદેવ મંદિર પાસે અચાનક કોઈ કારણસર રીક્ષા પલટી જતા તેમાં સવાર મહેન્દ્રનગર ગામના વતની કેશુભાઈ નારણભાઈ ગરસંડિયા નામના વૃદ્ધને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. જો કે ઘટનાની હજુ સુધી પોલીસ મથકમાં નોંધ થઈ ન હતી.