માળીયા (મી.) : મેઘપર ગામના વતની અને હાલ મોરબીની ઓમ શાંતિ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા પાલદીપ લાવડીયાએ 96.04% મેળવીને સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ અને યુનિવર્સિટીમાં 8મો રેન્ક મેળવ્યો છે. પાલદીપ લાવડીયાએ આ સિદ્ધિ મેળવીને સમગ્ર પરિવાર તથા મેઘપર ગામનું ગૌરવ વધાર્યું છે. જે બદલ લાવડીયા પરિવાર-મેઘપર અને સમસ્ત મેઘપર ગામ દ્વારા પાલદીપ લાવડીયાને અભિનંદન પાઠવવામાં આવેલ છે.