માળીયા (મી.) : માળીયા (મી.)ના જુના અંજીયાસર ગામે સામાન્ય બાબતે યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.)ના જુના અંજીયાસર ગામે રહેતા હાજીભાઇ અબ્દુલભાઇ મોવર (ઉ.વ. ૪૫)એ તે જ ગામે રહેતા રહીમ રાયબ મોવર તથા એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૭ના રોજ સાંજના છએક વાગ્યે ફરીયાદીએ આરોપીને પોતાની શેરીમા પોતાના ઘર પાસેથી નીકળવાની ના પાડતા આરોપીઓએ તે બાબતનો ખાર રાખી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીને કપાળ ના ભાગે પાઇપ મારી ઇજા કરી તથા ધોકા વતી માર મારી બન્ને હાથમા ફરીયાદીને મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.