વાંકાનેર : ગઈકાલે તા. 16ના રોજ વાંકાનેર શહેરમાં બે શખ્સો અને મકતાનપર ગામમાં એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયા છે. પોલીસ દ્વારા આ ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે. વાંકાનેર શહેરમાં જેતપરડા રોડ પર મલ્ટીસ્ટોન કારખાના પાસે ખુલ્લા મેદાનમાં ટેગાભાઇ સોમાભાઇ ધરજીયાને ગે.કા. પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કુલ બોટલ નંગ 18 (કિં.રૂ. 5400)ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ અન્ય કેસમાં થાન ચોકડી પાસે મનસુખભાઇ લખાભાઇ ગોગીયાને વ્હીસ્કીની કુલ બોટલ નંગ 17 (કિં.રૂ. 5100) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત, વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે બાવાજીના અવાડા પાસે ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયા વ્હીસ્કીની બોટલ નંગ 5 (કી.રૂ. 1875) સાથે પકડાયો છે. પોલીસે આરોપીઓ પાસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.