આ બન્ને હથિયારો એમપીના એક શખ્સ પાસેથી લીધા હોવાની કબૂલાત આપી મોરબી : મોરબીના શનાળા ગામ નજીક ગુજરાત એટીએસની ટીમે એક શખ્સને બે દેશી બનાવટની પીસ્ટલ સાથે દબોચી લીધો હતો. આ આરોપીઓ પોલીસની પૂછપરછમાં આ બન્ને હથિયારો એમપીના એક શખ્સ પાસેથી લીધા હોવાની કબૂલાત આપી હતી. હાલ એ ડિવિજન પોલીસ મથકે આ શખ્સ સામે આમર્સ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે ટંકારાથી સજ્જનપર ગામેથી મોરબીના શનાળા ગામ તરફ જવાના રસ્તે ધારવાળા હનુમાનજીના મંદિર પાસે ગેરકાયદે હથિયારો લઈને નીકળેલા ટંકારાના સજ્જનપર ગામના ઘનશ્યામસિંહ ઉર્ફે જીવી વિજયસિંહ જાડેજાને બે દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી લીધો હતો. આ આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે એમપીના અલીરાજપુરના જગુ સરદાર પાસેથી બે દેશી બનાવટની પીસ્ટલ લીધી હોવાની કબુલાત આપી હતી. આથી, હાલ આ બનાવ અંગે મોરબી એ ડિવિજન પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. એટીએસ ટીમની ફરિયાદ પરથી એ ડિવિજન પોલીસે રૂ. 40 હજારની કિંમતની બે પીસ્ટલ લઈને જાહેરમાં નીકળવા બદલ આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે જીવી વિજયસિંહ જાડેજા અને હથીયારો અપાવનાર જગુ સરદાર અલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.