મોરબી : મોરબીના લાલપર ગામ પાસે સીરામીક કારખાનામાં અગ્નિસ્નાન કરી લેનાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ ઝેડ વિટ્રીફાઇડ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા એક વ્યક્તિએ અગ્નિસ્નાન કરી લીધું હોવાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બનાવની તપાસ કરતા ઝેડ વિટ્રીફાઇડ ફાઇડ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજેન્દ્રસિંહ યાદવ (ઉ.વ. 70) નામના વૃદ્ધે અગ્નિસ્નાન કરી લેતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું અને તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરવા અને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.