મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામમાં ગૌચર-ખરાબાની જમીન આવેલ છે. આ જમીનમાંથી અમુક શખ્સો માટી ચોરી કરી લઇ જાય છે. આ જમીનનો ઉપયોગ માલઢોરને ચરવા માટે કરવામાં આવે છે. અને પશુઓ ત્યાં અવર-જવર કરતા હોય છે. આ જગ્યાએ સિક્યુરિટી કર્મીઓ પણ રાખવામાં આવેલ છે. છતાં હજુ પણ રાત્રીના નવ વાગ્યા બાદ માથાભારે શખ્સો ગેરકાયદેસર રીતે જમીનમાંથી માટી ચોરી કરી લઇ જાય છે. આ બાબતે ગામના અન્ય વ્યક્તિએ પણ રજૂઆત કરી હતી. છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, આવા સામાજિક તત્વોને રંગે હાથે પકડી તાત્કાલિક કાર્યવાહી કરવા અને કડક પગલા લેવા ગામના રહીશ અજીતભાઈ જગાભાઈ દ્વારા મોરબીના ખનીજ ખાતાના લેખિત રજૂઆત કરવામાં આવી છે.