તુલસીના રોપાનું વિતરણ, ભગવત ગીતાનું પઠન, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે મોરબી : આગામી 25 ડિસેમ્બરે નાતાલની સમગ્ર વિશ્વમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુસાર ઉજવણી થનાર છે. ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિર સંકુલ દ્વારા આ નાતાલની ભરાતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી 25 ડિસેમ્બરે નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેમાં તુલસીના રોપાનું વિતરણ, ભગવત ગીતાનું પઠન, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે. મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી 25 ડિસેમ્બર નાતાલની ભરાતીય સંસ્કૃતિનર અનુરૂપ ઉજવણી કરવામાં આવે છે. જેમાં નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો હકારાત્મક પ્રયાસ કરાઈ છે. ગયા વખતે સાર્થક વિદ્યામંદિર સહિત અલગ અલગ 15 સંસ્થાઓએ નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરી હતી. ત્યારે આ વખતે પણ મોરબી સાર્થક વિદ્યામંદિર દ્વારા આગામી 25 ડિસેમ્બરે નાતાલની પાંચમી વખત તુલસી દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે તુલસીના રોપાનું વિતરણ, ભગવત ગીતાનું પઠન, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે. જેનો લોકોને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.