ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોના રક્ષણ માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિયમો-કાનૂની જોગવાઇઓના કડક અમલની કાર્યયોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની પારદર્શી, સંવેદનશીલ અને ગરીબ-ખેડૂત-સામાન્ય માનવીની ચિંતા કરનારી આ સરકારે ઐતિહાસિક નિર્ણય લઇને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ-ર૦ર૦ની કાયદાકીય જોગવાઇઓનો આજે બુધવાર 16 ડિસેમ્બર 2020 થી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે. -: ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના અમલની જે મહત્વપૂર્ણ જોગવાઇઓ મુખ્યમંત્રીએ જાહેર કરી છે તે આ મુજબ છે :- આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭ અધિકારીઓની કમિટીની રચના દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમયસીમા નક્કી કરાઇ છે ફરિયાદ લાંબો સમય પડતર રહે નહિ કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટ દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે ૬ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શિરે રહેશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનું અમલીકરણ નવું સિમાચિન્હ બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.