મોરબી : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ સંબંધિત સઘળા પાસાંઓનો વિગતવાર અભ્યાસ કરીને ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં તેના શ્રેષ્ઠ અમલીકરણ કરવાની રૂપરેખા તૈયાર કરવાના હેતુસર વિષય તજજ્ઞોની બનેલી રાજ્ય કક્ષાની 'ટાસ્કફોર્સ'ની રચના કરવામાં આવેલ હતી. જે સમિતીમાં 16 સભ્યોની નિયુક્તિ કરવામાં આવેલ હતી. જેમાં વધુ એક સભ્ય તરીકે મોરબીના વરમોરા ગ્રુપના પ્રકાશ પી. વરમોરા (અધ્યક્ષ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોશીએશન, ગુજરાત)ની રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. જે મોરબી માટે ગૌરવ સમાન છે. પ્રકાશ વરમોરા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને અલગ અલગ ક્ષેત્રમાં જરૂરી બદલાવ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે તેમની નવી શિક્ષણનીતિમાં સંશોધન અને બદલાવ માટેની ટાસ્કફોર્સમાં સભ્ય તરીકે થયેલી નિમણૂકને મોરબીના વિવિધ ક્ષેત્રના આગેવાનોને આવકારી હતી.