મોરબી : નવરંગ નેચર ક્લબ-રાજકોટ અને સરસ્વતી શિશુ મંદિર-મોરબીના સંયુક્ત ઉપક્રમે 'આંગણે વાવો શાકભાજી'નો વિનામુલ્યે સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનાર આગામી તા. 19ના રોજ બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન સરસ્વતી શિશુ મંદિર, પરફેક્ટ શો-રૂમની બાજુમાં, શનાળા, મોરબી ખાતે યોજાશે. આ સેમિનારમાં આંગણા કુંડાનું કદ, માટીનો પ્રકાર, શાકભાજીના બિયારણ, શાકભાજીના રોપા, વેલાવાળા શાકભાજીની જાતો, કુંડામાં વાવી શકાતા ફૂલછોડ અને વેલાઓ, ફૂલછોડ અને શાકભાજીમાં થતાં રોગો અને તેની કાળજી, દેશી ખાતર, જીવામૃત સહિતની માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે. આંગણામાં ફૂલછોડ અને શાકભાજી કેવી રીતે ઉછેરી શકાઈ તેની જાણકારીમાં રસ ધરાવતા લોકોને પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે. તેમજ સોસીયલ ડિસટન્સનું પાલન કરવા અને માસ્ક ફરજીયાત પહેરવા જણાવાયું છે. વધુ વિગત માટે વી.ડી.બાલા (પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ-મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮)નો સંપર્ક કરવા યાદીમાં જયંતીભાઈ રાજકોટિયા (મુખ્ય વ્યવસ્થાપક - સરસ્વતી શિશુ મંદિર - મોરબી)એ યાદીમાં જણાવ્યું છે.