મોરબી : મુસાફરોની સગવડ અને વધારાની ભીડની સરળ ગોઠવણ માટે વધુ એક વિશેષ તહેવારની ટ્રેનોને વિવિધ સ્થળો સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની એક જોડી રાજકોટ અને સિકંદરાબાદ વચ્ચે દોડે છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ આ ટ્રેનની વધારાની મુસાફરીની વિગતો આ મુજબ છે. ટ્રેન નં. 02755/02756 રાજકોટ - સિકંદરાબાદ - રાજકોટ ટ્રાઇ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ વિશેષ (16 રાઉન્ડ) ટ્રેન નં. 02755 રાજકોટ-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન દર સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારે 05.30 કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 08.10 કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરી, 2021 થી 20 જાન્યુઆરી, 2021 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 02756 સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવાર, મંગળવાર અને શનિવારે 15.00 કલાકે સિકંદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે 17.50 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 2 જાન્યુઆરી, 2021 થી 18 જાન્યુઆરી, 2021 સુધી ચાલશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દોંડ, શોલાપુર, કલબુરગી, વાડી, ચીત્તાપૂર, સેરમ, તાંડુર અને બેગમપેટ સ્ટેશન પર સ્ટોપ કરશે. આ વિશેષ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે. ટ્રેન નંબર 02755નું બુકિંગ નિયત પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર 10 દિવસની એડવાન્સ રિઝર્વેશન અવધિ (એપીઆર) મુજબ શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે અને વિશેષ ભાડા સાથે દોડશે. મુસાફરો ખાસ ટ્રેનોના સ્ટોપ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.