મોરબી : મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પંપ સામે મનોજભાઇ ખીમજીભાઇ રાઠોડ અને વીક્કીભાઇ મહેશભાઇ શાહ જાહેરમા વર્લી ફિચરના આકડા લખી જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બોલપેન, વર્લી ફિચરનાં આંકડા લખેલ ડાયરી, રોકડા રૂપીયા 1700 તથા મોબાઇલ એમ કુલ કીં.રૂ. 2200નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.