4 શખ્સે માર મારતા રૂ. 26,500 પડાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના કેમિકલ ફેકટરીમાં કામ કરતા દીપક સંજયભાઈ નામના યુવાનને તેના મિત્ર પાસે રાજકોટમાં દિવ્યા ગુણવંતભાઈ મકવાણા નામની યુવતીનો નમ્બર મેળવ્યો હતો. અને તેણે એક યુવતીનો ફોટો મોકલી તેની સાથે રૂ. 10,000માં નાઈટ સેટલમેન્ટ કરાવવા રાજકોટ બોલાવ્યા હતા. જેથી, દિપક અને તેનો મિત્ર શૈલેષ તેમની કારમાં રાજકોટ આવ્યા હતા. જે કારમાં દિવ્યા બેસી ગઈ હતી અને કાર મોરબી રોડ જકાત નાકાથી આગળ બેડી ફાટક પાસે આવેલા કાચા રસ્તે લઈ જવામાં આવી હતી. જે બાદમાં અચાનક ત્રણ જેટલા અજાણ્યા વ્યક્તિ તે જગ્યાએ આવી પહોંચ્યા હતા અને અહીં શું કરો છો? અમારી ખાનગી જગ્યા છે. દારૂ તો નથી પીધો ને તેમ કહી દીપક અને શૈલેષ નામ મોઢાં સુંઘ્યા હતા. ત્રણ શખ્સો પૈકી એક શખ્સે અમારા ખેતરના કૂવા અંદરની પાંચ પાણીની મોટર ચોરાઈ ગઈ છે, જે તમે જ લઈ ગયા છો' એવો આરોપ મૂકી બે લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. વધુમાં, બીજા બે શખ્સે બન્ને યુવકને મારમારી રૂ. 2 લાખની માંગણી કરી હતી તેમજ તેના ખિસ્સામાં રહેલા 6500 રોકડ રકમ પડાવ્યા હતા. તેમજ એક મિત્રને ગોંધી રાખી બીજા મિત્રને મોકલી તેના એટીએમ કાર્ડ થકી રૂ. 20,000 ઉપડાવી લીધા હતા અને કુલ 26,500 પડાવી લીધા હતા. આ બનાવ બાદ યુવાનોએ દિવ્યા મકવાણા, વિજય બાબુભાઈ ઉર્ફે નાગાજણભાઈ, ગુણવંતભાઈ રાજુભાઇ મકવાણા તેમજ અશોક વિરુદ્ધ કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.