વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક વ્હિસ્કીની બોટલ સાથે એક બાઇકચાલક પકડાયો છે. આ શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 13ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજયભાઇ બહાદુરભાઇ માલકીયાને બાઇક જી.જે.૧૩-આર.૪૭૬૮માં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હિસ્કીની બોટલ નંગ 1 (કી.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બાઈક અને વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. 15,300નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપી અજયની અટકાયત કરવામાં આવી છે.