મોરબી : હિન્દૂ શાસ્ત્રોમાં ગૌમાતાનો મહિમા વર્ણવાયો છે. અનેક લોકો ગાયની સેવા કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મોરબીના નકલંક નેજાધારી ગ્રુપ દ્વારા ગઈકાલે રખડતી-રઝડતી ગાયો અને ગૌવંશને લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો. જેમાં ગૌવંશને 69 મણ લીલો ચારો નાખવામાં આવ્યો હતો. આમ, અબોલ જીવને ખવડાવી ગ્રુપના યુવાનોએ સત્કાર્ય કર્યું હતું.