મતદારો નવુ નામ નોંધાવવા, કમી કરવા અને સુધારવા સહિતની કામગીરી થશે મોરબી : સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જોકે પેટા ચૂંટણીના કારણે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારને બાકાત રાખવામાં આવેલ હતો. હવે ચૂંટણી પંચ દ્વારા આગામી બે રવિવાર એટલે કે ૧૩ ડિસેમ્બર અને ૨૦ ડિસેમ્બર રવિવારના દિવસોમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડના જણાવ્યા અનુસાર તા. 1 જાન્યુઆરી 2020ની લાયકાતની તારીખ સંદર્ભે ચૂંટણી પંચની સૂચના મુજબ મોરબી વિધાનસભા બેઠકના વિસ્તારમાં પણ હવે આગામી 13અને 20 ડિસેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જે તે વિસ્તારના મતદાન મથકો ખાતે ડેઝીગ્નેટેડ ઓફિસર મુકાશે. જે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ લેવા, ભરવા સહિતની કામગીરી કરી આપશે. મતદારયાદીમાં નામ છે કે કેમ? તે અંગેની પણ ચકાસણી કરી શકશે, તેવી ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્યવે સર્વે લોકોએ પોતાનું મતદાર યાદીમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ સુધારવા જેવી કામગીરી કરવામાં આવશે આ કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જે.બી.પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. ક્યાં કામ માટે કયું ફોર્મ ભરવુ ? મતદાર યાદીમાં નામ નોંધાવવા - ફોર્મ 6 મતદાર યાદીમાંથી નામ કમી કરવા - ફોર્મ 7 મતદાર યાદીમાં નામ સુધારો કરવા - ફોર્મ 8 સરનામું બદલવા 8 (ક) ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે? ઓળખ પુરાવા- આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ,પાન કાર્ડ, પાસપોર્ટ, પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રહેઠાંણ પુરાવા - રાશન કાર્ડ, તાજેતરના લાઇટબીલ, ટેલિફોન બિલ,પાસપોર્ટ પૈકી કોઈ પણ એક પાસપોર્ટ સાઈઝ ફોટો ગ્રાફ