વીએચપીના મહામંત્રીએ સીએમને લેખિત રજુઆત કરી મોરબી : મોરબીથી આમરણા વાયા નાની વાવડી - બગથળા - માણેકવાડા - જીવાપર - આમરણ સુધીના સ્ટેટ હાઈવે રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી છે. વધતા જતાં ટ્રાફીકને કારણે ક્યારેક અકસ્માતની ઘટના પણ બની રહી છે આ સિવાય મોરબીથી આમરણ વાયા પીપળીયા થઈને જતા વાહનો આ તરફ ડાયવર્ટ કરવામા આવે તો આ રોડ પર પણ વાહનોનું ભારણ ઘટી શકે છે. આ શકયતા ને ધ્યાને લઈ વહેલી તકે મોરબી બાયપાસ થી આમરણ વાયા નાની વાવડી, બગથળા, માણેકવાળા, જીવાપર, આમરણ રોડને ફોરલેન રોડ બને તે જરૂરી છે.મોરબી થી નાની વાવડી બગથળા અપડાઉન કરતાં નોકરીયાતો ખેડૂતોની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં છે તેમજ આ રોડ ઉપર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, શ્રમીકો, ખેતમજુરો નિયમીત આવન જાવન કરતાં હોય છે. વધતા જતાં વાહન વ્યવહારને ધ્યાને લઈને વહેલી તકે મોરબી થી આમરણ વાયા નાની વાવડી બગથળા માણેકવાડા જીવાપર રોડને ફોરલેન કરવા તેમજ અકસ્માતો નિવારવા માટે તેમજ નવલખી રોડ ઉપરનાં ટ્રાફીકને ડાયવર્ટ કરવા માટે પણ મોરબી થી નાની વાવડી,બગથળા માણેકવાળા જીવાપર આમરણ સુધીના આ રોડને ફોરલેન કરવો જરૂરી હોવાથી વહેલી તકે આ રોડને ફોર લેન કરવામાં આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હસમુખભાઈ ગઢવીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરી હતી.