સરતાનપર રોડ પરથી દારૂની પાંચ બોટલો સાથે એક ઝડપાયો વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે એક શખ્સને પાંચ વહીસીકીની બોટલો સાથે ઝડપી લીધો હતો. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે તા.૧૨ ના રોજ બાતમીના આધારે વાંકાનેરના સરતાનપર રોડ સેન્સો ચોકડી ઉપર દારૂની બોટલો સાથે નીકળેલા આરોપી પ્રણવ ગોપાલગીરી ગોસ્વામી (ઉ.વ.૩૦, ધંધો રીક્ષ ડ્રાઇવર રહે મોરબી ભીમસર ગજીવાડા) ને વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલ નંગ ૫ કીંમત રૂ.૧૮૭૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.