માળીયા : માળીયા નજીક ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેશાભાઇ મેરૂભાઇ ભીમાણી (ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે-હરીપર તા.માળીયા મી.) એ ડમ્પર નં.GJ-12-BW-8055નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.11 ના રોજ મોરબી કચ્છ હાઇવે ઉપર અર્જુનનગર અને સત્કારહોટલ વચ્ચે નેશનલ હાઇવે રોડ ઉપર માળીયા પાસે આરોપીએ પોતાના હવાલા વાળા ડમ્પર નં.GJ-12-BW-8055નો પુર ઝડપે અને બે ફીકરાઇ થી ગફલત ભરી રીતે રોડની રોંગ સાઇડમા ચલાવી ફરીયાદીના ભાઇની ઇકો કાર રજી.નં.GJ-36-F-3834 વાળી સાથે સામેથી ભટકાડતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત ગંભીર ઇજા થવાથી માનસંગભાઇનું મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.