માળીયા : માળીયા મી. નજીક નેશનલ હાઇવે ઉપર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં બેઠલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા મી. પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ હુશેનભાઇ ઇકબાલભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦, ધંધો-સેલ્સમેન રહે-ઉપલેટા,સિલ્વર રેસીડેન્સી, ધોરાજી રોડ,બ્લોક નં.૫ ધોરાજી) એ જાયલો કાર રજી.નં. GJ-01-KD-0321ના ચાલક મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે તા.૧૨ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યે મોરબીથી કચ્છ જતા નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ મીઠાના કારખાના પાસે માળીયા નજીક આરોપીએ પોતાના હવાલા વાળી જાયલો કાર રજી.નં. GJ-01-KD-0321ની પુર ઝડપે અને બે ફીકરાઇ થી ચલાવી હાઇવે રોડની સાઈડામા આવેલ લોખંડના ડીવાઇડર સાથે ભટકાડી ફરીયાદી તથા સાહેદને સામાન્ય ઇજા કરી સાહેદ શબ્બીર હુશેન મોહમ્મદભાઇ શેખ (ઉ.વ.૬૫ રહે-ખાડા કોલોની,ક્વાટર નં.૧૭૬૬, ફ્રી લેન્ડગંજ ,દાહોદ) ને માથાના કપાળના ભાગે તથા ડાબા હાથમા તથા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા શબ્બીર હુશેનભાઇનું મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.