મોરબી : મોરબીમાં ઘુંટુ રોડ પર કારખાના નજીક એક શખ્સે જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગી જતા તેનું મોત થયું છે. આ ઘટનામાં પ્રેમસંબંધ મામલે યુવકે આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ આદરી છે. મૃતક પ્રવિણસિંહ મંગળસિંહની ઉમર આશરે 25 વર્ષ લાગે છે. તે રંગે ઘઉંવર્ણો તેમજ મધ્યમ બાંધો ધરાવે છે. તેમની ઊંચાઈ આશરે 5.6 ફૂટ છે, શરીરે પંચરંગી શર્ટ અને ભૂખરા કલરનું પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથે અંગ્રેજીમાં PM BCP દિલ ત્રોફાવી તેમાં PH ત્રોફાવેલ છે. મૃતકની લાશનું પીએમ કરાવી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે. મૃતકની ઓળખ થઇ ગયેલ છે. પરંતુ હાલમાં પોલીસે તેના વાલી-વારસની શોધવા તજવીજ હાથ ધરી છે. મૃતક પ્રવિણસિંહ અંગે કે તેમના પરિવાર અંગે કોઈને પણ જાણકારી હોય તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. ડી. પરમાર (મો. 91068 11385) અથવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન (ટેલી. 02822 - 242651) પર સંપર્ક કરવા જણાવેલ છે.