મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા છેલ્લા ઘણા સમયથી બીનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર તથા તેમનુ અસ્થિ વિસર્જન કરવામા આવે છે. ત્યારે પ્રવર્તમાન સમયે જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. જેમા મંદિરના મહીલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૩૫ દીવંગતોના આત્માની શાંતિ અર્થે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી દ્વારા વિસર્જન આવશે. જેને અનુલક્ષીને આજે મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે 35 સદગતના અસ્થીઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અસ્થી કુંભની પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના કાર્યકર્તાઓ અસ્થી વિસર્જન કરવા માટે સોમનાથ ખાતે રવાના થયા હતા. આ કાર્યમા મોરબી જલારામ મંદિરના ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, જ્યોત્સનાબેન ઘેલાણી, મીનાબેન ચંડીભમર, ચંદ્રીકાબેન માનસેતા, રીનાબેન ધામેચા, જયશ્રીબેન વિંધાણી, ત્રિશાબેન ચૌહાણ, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, રાજુ વિંધાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિત પોપટ, ડો. એમ. ડી. જાડેજા, વિરેનભાઈ પંડ્યા, સુનિલભાઈ ગોસ્વામી સહીતના આગેવાનો જોડાયા હતા. તેમ જલારામ સેવા મંડળની યાદીમાં જણાવાયું છે.