મોરબી : મોરબીના નાગડાવાસ ગામના એક યુવાન ગામના તળાવમાં કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ મૃતકને સીવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોંધ દાખલ કરી યુવકનું આકસ્મિક મોત થયું કે આપઘાત તે અંગે જાણવા તજવીજ હાથ ધરી હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નાગડાવાસ ગામમાં રહેતો વિશાલભાઈ હરખાભાઈ સનુરા નામનો 35 વર્ષીય યુવાન કોઈ કારણસર ગામના તળાવમા ડૂબી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ તેના મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની તાલુકા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ એમ જાડેજાએ યુવકનું મોત આપઘાત છે કે અકસ્માત તે અંગે તપાસ હાથ ધરી હતી.