વિદ્યુત સ્મશાન ખાતે અસ્થિઓની વિધિ કર્યા બાદ કાર્યકર્તાઓ સોમનાથ જવા રવાના થશે મોરબી : મોરબીના જલારામ મંદીર દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામનાર બિનવારસી મૃતદેહો સહિતના દીવંગતોના અસ્થિઓનુ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આગામી તા. ૧૩ના રોજ સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. જેને અનુલખીને મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલે બપોરે 4 વાગ્યે વિદ્યુત સ્મશાન ખાતે કોરોનાગ્રસ્ત મૃતદેહો તેમજ બિનવારસી મૃતદેહોના અસ્થિઓનુ એકત્રિકરણ કરવામા આવશે. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધી કરવામા આવશે. વિધી સંપન્ન થયા બાદ મંદિરના કાર્યકર્તાઓ સોમનાથ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ શ્રી જલારામ સેવા મંડળની મહીલા અગ્રણીઓ દ્વારા કરવામા આવશે. એટલે કે મહિલાઓના વરદ્હસ્તે પૂજન, વિધી તેમજ અસ્થિ વિસર્જન થશે.