મોરબી : ભડીયાદ ગામે પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ભડીયાદ ગામે વસ્તી આશરે 12 હજાર જેટલી છે. અને વસ્તીના પ્રમાણમાં પૂરતું પાણી આવતુ ન નથી. જેથી, નવી પાણીની લાઈન નાખવાની જરૂરીયાત ઉભી થયેલ છે. ત્યારે ભડીયાદ ગામે ફિલ્ટર હાઉસથી જવાહર પ્રાથમિક શાળા પાસે પાણીના ટાંકા સુધી પાણી લાઈન '6' ની અંદાજિત રકમ રૂ. 17,00,000 થાય છે. જે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફાળવવા માટે ભડીયાદ ગામના અને મોરબી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિજયાબેન અમરશીભાઈ મકવાણા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.