મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહતી બાળકી રમતી હતી. ત્યારે કડાઈ પરથી ગરમ તેલ પડતા દાઝી જવાથી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બનાવની નોંધ કરવામાં આવી હતી. રફાળેશ્વર ગામમાં આનંદ સીરામિકમાં રહી કામ કરતા કનુભાઈ ચૌહાણની 4 વર્ષની દીકરી ઇન્દુ ગત તા. 16ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે રમતી હતી. તે વખતે કડાઈનુ ગરમ તેલ શરીર પર પડતા દાઝી ગઈ હતી. આથી, તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલના બર્ન વોર્ડમા દાખલ થયેલ હતી. જ્યાં સારવાર દરમિયાન તા. 21ના રોજ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.