મોરબી : મોરબીના ઘુંટુ ગામે ઓફિસની અંદર ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેઇડ પાડીને જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂ. 2.55 લાખની રોકડ મળી કુલ રૂ. 10.99 લાખના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામે નિલેશભાઈ તેજાભાઈ કોટડીયાની માલિકીની રાધે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા નિલેશભાઈ તેજાભાઈ પટેલ, હિતેશભાઈ જાદવજીભાઈ પટેલ, જયેશભાઇ જીવરાજભાઈ પટેલ, જગદીશભાઈ વલ્લભભાઈ પટેલ અને ભાવેશભાઈ પટેલને રૂ. 2,55,010ની રોકડ અને બે કાર કિંમત રૂ. 8,00,000 તથા મોબાઈલ મળી કુલ રૂ. 10,99,010 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ અર્જુનસિંહ જાડેજા, એએસઆઈ જિજ્ઞાશાબેન કણસાગરા, હેડ કોન્સ. નગીનદાસ નિમાવત, જુવાનસિંહ ઝાલા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, રમેશભાઈ મૂંધવા, ફતેહસંગ પરમાર અને ભરતદાન ગઢવી રોકાયેલ હતા.